રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલને રાજ ભવન ખાતે શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મંત્રી મંડળના મંત્રીઓ અને રાજય સરકારના સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.રાજયપાલ અને મુખ્યમંત્રીએ યોગેશ પટેલને શુભેચ્છાઓ આપી હતી.
ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રના આજે પહેલા દિવસે નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધા હતા. વિધાનસભા માંજલપુર બેઠક પરથી સતત આઠમીવાર ચૂંટાઇ આવેલા વિધાનસભ્ય યોગેશ પટેલ પ્રોટેમ સ્પીકરના રૂપમાં નવા ચૂંટાઇ આવેલા ૧૮૨ વિધાનસભ્યોને ગૃહના સભ્યપદના શપથ લેવડાવ્યા હતા. વિધાનસભા ગૃહમાં સૌ પ્રથમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ત્યારબાદ અગાઉ અધ્યક્ષ રહેલા રમણલાલ વોરા અને ગણપત વસાવાને MLA પદ અને ગોપનીયતાના સોગંદ લીધા હતા. વિધાનસભાના પ્રથમ સત્રના આરંભે સ્પીકર તરીકે શંકર ચૌધરી અને જેઠાભાઈ ભરવાડની ઉપાધ્યક્ષપદે નિમણૂક કરવામાં આવી.