દીવ – દમણ – ગોવાનો આજે આઝાદી દિવસ, પ્રધાનમંત્રીએ શુભેચ્છા પાઠવી

દીવ, દમણ અને ગોવાને ૧૯ ડિસેમ્બર ૧૯૬૧ ના રોજ પોર્ટુગીઝ શાસનથી મુક્તિ મળી હતી. દીવ ખાતે ૬૨ મા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

 

દીવ કલેક્ટર ફરમન બ્રહ્મા, દિવ ડેપ્યુટી કલેક્ટર વિવેકકુમાર, એસપી મણીભૂષણ  સહિતના અધિકારીઓ તેમ જ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.  દીવ કલેક્ટર કાર્યાલયે  ધ્વજવંદન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દમણ ખાતે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ – દીવના ૬૨ મા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.  દમણના કલેકટર કાર્યાલય ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. તપસ્યા રાઘવના હસ્તે આ પ્રસંગે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રંસગે સ્વતંત્રતા સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મુક્તિ દિવસની ઉજવણી માટે નગરપાલિકા, જિલ્લા પંચાયત, કોર્ટ,સાંસદ કાર્યાલય,ભાજપ કાર્યાલયમાં પણ કાર્યક્રમો યોજાશે. ગોવા, દમણ અને દીવ ૧૯ ડિસેમ્બર ૧૯૬૧ ના રોજ  પોર્ટુગીઝ  શાસનથી મુક્ત થયા હતા. આ દિવસની  મુક્તિ દિવસના રૂપમાં ઉજવણી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *