આજે સંસદની બેઠક મળી તે પહેલાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, ભારતે આતંકવાદ વિરૃદ્ધ કડક કામગીરી કરેલી છે. તેના કારણે દેશમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. તેમણે કહ્યું કે મોદી સરકાર આતંકવાદ વિરૂદ્ધ નિર્ણાયક કાયદો લઇને આવી છે. પ્રધાનમંત્રીએ આતંકવાદ વિરૂદ્ધ લડવા માટે વિશ્વને એકજૂટ થવા આહવાન પણ કર્યું છે. તેમણે કહ્યું કે, જમ્મૂ – કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં ૧૬૮ % નો ઘટાડો થયો છે.
ટેરર ફાઇનાન્સના ૯૪ % કેસમાં આરોપ સિદ્ધ પણ થયા છે. પુર્વોત્તરનાં વર્ષ ૨૦૧૪ પછી ઉગ્રવાદી હિંસામાં ૮૦ % નો ઘટાડો થયો છે, જ્યારે ૬ હજારથી વધુ આતંકવાદી આત્મસમર્પણ કરી ચુક્યા છે. સરકાર સૈન્યને પણ મજબૂત બનાવી ચુકી છે. કોંગ્રેસના શાસનમાં સૈન્ય માટે બુલેટપ્રૂફ જેકેટ પણ ખરીદવામાં આવ્યા નહોતા. તેમણે કહ્યું કે સંરક્ષણ પ્રધાને ગૃહમાં આ તમામ મુદ્દે જવાબ આપી દીધા છે. કોંગ્રેસ તેમ છતાં પ્રશ્ન ઉઠાવી રહી છે.