પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પરથી ૨૫ મી ડિસેમ્બરે પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ માટે લોકોને વિચારો અને સૂચનો રજુ કરવા આમંત્રણ આપ્યું છે. માસિક રેડિયો કાર્યક્રમ માટે પ્રધાનમંત્રીએ કહ્યું કે, લોકો મન કી બાતના આગામી એપિસોડમાં સંબોધિત કરવાના વિષયો પર તેમના વિચારો રજુ કરી શકે છે.
લોકો નમો એપ અથવા માયગોવ ઓપન ફોરમમાં તેમના મંતવ્યો આપી શકે છે. ટોલ – ફ્રી નંબર ૧૮૦૦ – ૧૧ – ૭૮૦૦ પર પણ ડાયલ કરી શકે છે અને તેમનો સંદેશ હિન્દી અથવા અંગ્રેજીમાં રેકોર્ડ કરાવી શકે છે. ફોન લાઇન ૨૩ મી ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. લોકો ૧૯૨૨ પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMS માં મળેલી લિંકને અનુસરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચનો આપી શકે છે.