નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું છે કે, દેશમાં હવાઈ જોડાણ વધારવા માટે કેન્દ્ર સરકાર આગામી પાંચ વર્ષમાં એરપોર્ટ, વોટર એરોડ્રોમ અને હેલીપોર્ટની સંખ્યા વધારીને ૨૦૦ કરશે. હાલમાં આ સંખ્યા ૧૪૫ છે.
રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું કે દેશમાં ૨૦૧૩ – ૧૪ સુધી માત્ર ૭૪ એરપોર્ટ હતા અને છેલ્લા આઠ વર્ષમાં એરપોર્ટ, વોટર એરોડ્રોમ અને હેલીપોર્ટની સંખ્યા વધીને ૧૪૫ થઈ ગઈ છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, વિમાનનો કાફલો અગાઉ ૪૦૦ થી વધીને હાલમાં ૭૦૦ થયો છે. દર વર્ષે લગભગ ૧૦૦ વિમાનો હસ્તગત કરવામાં આવશે અને આગામી પાંચ વર્ષમાં આ સંખ્યા ૧,૨૦૦ સુધી પહોંચવાની આશા છે.