વિશ્વના મોટા ભાગના વિકસિત દેશોની રીઝર્વ બેંકોમાં વ્યાજદરોમાં વધારાને પગલે વૈશ્વિક શેરબજારો મંદીના દબાણ હેઠળ કારોબાર કરી રહ્યાં છે. ભારતીય શેરબજારમાં પણ વૈશ્વિક મંદીની અસર જોવા મળી રહી છે. સેન્સેક્સ ૬૦૪ આંકના ઘટાડા સાથે ૬૧ હજાર ૨૦૨ પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી ૧૯૦ આંકના ઘટાડા સાથે ૧૮ હજાર ૨૨૯ પર કારોબાર કરી રહ્યો છે. આજે તમામ સેક્ટર નકારાત્મક કારોબાર કરી રહ્યાં છે.
શેરની વાત કરીએ તો AU સ્મોલ ફાઈનાન્સ બેંક, ઈન્ડીયા માર્ટ, અદાણી એન્ટરપ્રાઈસ, MCX ઈન્ડિયા, કોરોમંડલ અને ઈન્ડિયા બુલ હાઉસીંગના શેરમાં થોડી ઘણી ખરીદી નીકળતા સામાન્ય વધારા સાથે કારોબાર કરી રહ્યાં છે. જ્યારે IDFC, હિંદાલકો, લાર્સન લેબ, ડાબર ઈન્ડિયા, DLF અને NMDC માં વેચવાલીનું દબાણ રહેતા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. તો કોમોડીટીની વાત કરીએ તો ક્રુડ ઓઈલ ૮૦ ડોલર પ્રતિ બેરલ આસપાસ કારોબાર કરી રહ્યું છે. MCX પર સોનાનો રૂ. ૫૪ હજાર ૪૦૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદીનો રૂ. ૬૭ હજાર ૮૦૦ પ્રતિ કિલો ભાવ બોલાઈ રહ્યો છે.