મહેસાણા જીલ્લાના બહુચરાજી તાલુકાના અંબાલા ગામની અને હાલ કડી ખાતે રહેતી મિસ વર્લ્ડ યોગીની પૂજા પટેલે યોગાસન સ્પર્ધામાં બે સુવર્ણચંદ્રક જીત્યા છે. તાજેતરમાં સુરત ખાતે યોજાયેલી ત્રીજી ગુજરાત સ્ટેટ યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશીપમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું.
પૂજા પટેલે મહેસાણા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરીને ટ્રેડીશનલ યોગ સ્પર્ધા અને ઓટીસ્ટીક યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે. પૂજા પટેલે બે ગોલ્ડ મેળવનારી પ્રથમ ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો છે.
હવે તે ૨૬ મી ડિસેમ્બરના રોજ ઓડીસાના ભુવનેશ્વર ખાતે યોજાનાર ઓલ ઇન્ડીયા યુનિવર્સિટી (AIU)માં હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે.