મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની સૌજન્ય મુલાકાત કરી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભુપેન્દ્ર પટેલની રાષ્ટ્રપતિશ્રી સાથેની આ પ્રથમ મુલાકાત હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બીજી વાર ગુજરાતનું શાસન દાયિત્વ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને મળતા પહેલા ઉપરાષ્ટ્રપતિને પણ મળ્યા હતા.