કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયે બનાવટી સમાચાર આપવાના આરોપસર આજ તક લાઈવ, ન્યૂઝ હેડલાઈન અને સરકારી અપડેટ આ ત્રણ ચેનલનું પ્રસારણ અટકાવવાનો નિર્દેશ આપ્યો છે.
પ્રેસ ઇન્ફોર્મેશનના ફેક્ટ ચેક એકમ દ્વારા સંબંધિત ચેનલો અસત્ય સમાચાર આપતી હોવાનું જણાવતાં આ પગલું લેવાયું છે. પીઆઈબીની ફેક્ટ ચેક એકમની યાદીમાં જણાવ્યું છે કે, સંબંધિત ચેનલો ઉપર ભારતની સર્વોચ્ચ અદાલત, ચૂંટણીપંચ અને પ્રધાનમંત્રી અંગે અસત્ય અને સનસનાટીભર્યા સમાચારો આપવામાં આવે છે. સંબંધિત ચેનલોના આશરે ૩૩ લાખ સબસ્ક્રાઇબર છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે યુટ્યુબ ચેનલ પર અસત્ય સમાચારો આપતી ૧૦૦ થી વધુ ચેનલો ઉપર પ્રતિબંધ મુક્યો છે.