યૂક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ૧૦ મહિના થયા છતાં અટકવાનું નામ નથી લઇ રહ્યું. આ દરમિયાન યૂક્રેનના પ્રમુખ જેલેંસ્કી અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે.
અમેરિકી પ્રમુખ જો બાઇડેને વ્હાઇટ હાઉસમાં તેમને ઉષ્માપુર્ણ આવકાર આપ્યો હતો. વ્હાઇટ હાઉસમાં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત યૂક્રેનની માનવીય સ્થિતીને મુદ્દે પણ ચર્ચા થઇ હતી. જેલેંસ્કીએ યૂક્રેનને સમર્થન આપવા બદલ અમેરિકી કોંગ્રેસ અને નાગરિકોનો આભાર માન્યો હતો.
બંને નેતાઓ એ સંયુ્ક્ત પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. અમેરિકી પ્રમુખ જો બાઇડેને જણાવ્યું હતું કે, અમેરિકા અને યૂક્રેન બંને એમ ઇચ્છે છે કે યુદ્ધ ઝડપથી સમાપ્ત થાય. અમેરિકાએ યૂક્રેનને ૧ અબજ ૮૫ કરોડ ડોલરની સૈન્ય સહાયતા આપવાની પણ જાહેરાત કરી હતી.