આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં કોવિડની સ્થિતિ ભલે નિયંત્રણમાં હોય પણ ટેસ્ટિંગ અને ટ્રેકિંગમાં જરાય કચાશ રખાશે નહીં.
ગાંધીનગર ખાતે પત્રકારો સાથે વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે લોકોનો સહકાર લઈ કોરોનાને કાબૂમાં રાખવાની તૈયારી સરકાર કરી રહી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
તેમણે એલાન કર્યું હતું કે પ્રિકોશન ડોઝ આપવા માટે ખાસ ઝુંબેશ ટૂંક સમય માં શરૂ થવાની છે , કારણ કે રસીના બે ડોઝ લેનાર અરધો અરધ લોકોએ પ્રિકોશન ડોઝ લીધો નથી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે અમદાવાદ અને સુરત જેવા આંતરરાષ્ટ્રીય પ્રવાસી ની અવરજવર ધરાવતા હવાઈ મથકે દરેક પ્રવાસીનું થર્મલ સ્કેનનિંગ થશે અને આર.ટી.પી.સી.આર. ટેસ્ટ માટેના ડોમ ઊભા કરાશે.
સરકારી દવાખાનામાં ઑક્સીજનની સ્થિતિ અને કોવિડ વોર્ડની સગવડ ચકાસવા માટે ૨૭ મી ડિસેમ્બરે મોકડ્રીલ યોજવાની વાત પણ તેમણે કરી હતી.