વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચીનમાં કોવિડ – ૧૯ ના વધતા જતા કેસ પર ચિંતા વ્યક્ત કરી છે. ગઈકાલે એક સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં, WHO ના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે તેમની સંસ્થાને ચીનમાં જોખમનું મૂલ્યાંકન કરવાની જરૂર છે.
પરિસ્થિતિની ગંભીરતા, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા અને ICUની જરૂરિયાતો અંગે વિગતવાર માહિતીની જરૂર છે. તેણે ચીનને વિનંતી કરી છે કે તે સંસ્થાને તમામ ડેટા આપે. તેમણે દેશના સૌથી સંવેદનશીલ લોકોના રસીકરણ પર ભાર મૂકવા અને આરોગ્ય સુવિધાઓ અને નિદાન સારવાર પ્રદાન કરવા વિનંતી કરી છે. અમે COVID – ૧૯ રોગચાળા સામે ગયા વર્ષ કરતાં વધુ સારી સ્થિતિમાં છીએ, તેમણે કહ્યું, જોકે ટેડ્રોસે કહ્યું કે રોગચાળાના અંતની ઘોષણા કરવા માટે હજુ પણ ઘણી અનિશ્ચિતતા છે.