પુષ્પ કમલ દહલ આજે નેપાળના પ્રધાનમંત્રી પદના ત્રીજી વખત લેશે શપથ

નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી આજે પુષ્પ કમલ દહલને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે

નેપાળમાં સીપીએન માઓઇસ્ટ સેન્ટરના અધ્યક્ષ પુષ્પ કમલ દહલ આજે પ્રધાનમંત્રી પદના શપથ લેશે.

નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી આજે પુષ્પ કમલ દહલને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. પુષ્પ કમલ દહલને કે.પી.શર્મા ઓલીના નેતૃત્વવાળા સીપીએલ અને યુએમએલએ સમર્થન આપ્યું છે.  પુષ્પ કમલ દહલ પ્રચંડે નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીને સાંસદોના સમર્થનવાળો પત્ર પણ આપ્યો હતો. જેમા બહુમત માટે પ્રચંડના સમર્થનમાં 165 સાંસદોના હસ્તાક્ષર કરેલ છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. ટ્વિટ કરી પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, પુષ્પ કમલ દહલ પ્રચંડને નેપાળના પ્રધાનમંત્રી તરીકે ચૂંટવા બદલ હાર્દીક અભિનંદન. બંને દેશની મિત્રતા વધુ મજબૂત કરવા સાથે મળીને કરીશું કામ’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *