અનુરાગ ઠાકુર આજે ખેલો ઈન્ડિયા યુવા રમતોત્સવના લોગોનું અનાવરણ કરશે.
કેન્દ્રીય રમત – ગમત મંત્રી અનુરાગ ઠાકુર આજે ભોપાલમાં યોજાનાર ખાસ સમારોહમાં મધ્યપ્રદેશ શીખર ખેલ અલંકરણ પુરસ્કારો અર્પણ કરશે. આ પ્રસંગે તેઓ ખેલો ઈન્ડિયા યુવા રમતોત્સવના લોગોનું અનાવરણ કરશે.
આજના સમારંભમાં એકલવ્ય, વિક્રમ, વિશ્વામિત્ર અને જીવન ગૌરવ પુરસ્કાર ૨૮ રમતવીરોને અપાશે. અમારા સંવદાદાત જણાવે છે કે, મધ્યપ્રદેશના ૮ શહેરોમાં આગામી ૩૦ મી જાન્યુઆરીથી ૧૧ મી ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન ખેલો ઈન્ડિયા યુવા રમતોત્સવ યોજાવાનો છે. અનુરાગ ઠાકુર ભોપાલની આજની મુલાકાત દરમિયાન ભારતીય રમત – ગમત સત્તામંડળના પ્રાદેશિક કેન્દ્રો, મધ્યપ્રદેશ શુટિંગ અકાદમી અને અન્ય રમત – ગમત સંસ્થાઓની મુલાકાત લેશે. તેઓ ટીટીનગર સ્ટેડિયમ ખાતે ખેલાડીઓ સાથે સંવાદ કરશે