ચીનમાં કોરોના કહેરને લઈ ભારત સરકાર પણ એક્શનમાં છે. આ તરફ અમદાવાદમાં પણ કોરોના વાયરસના સંભવિત લહેરને લઈ હવે શિક્ષક મંડળ પણ હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં ૫૦ % વિદ્યાર્થીઓ કરવા માગ કરાઇ છે. આ સાથે કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાનું પણ કહ્યું છે.
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે સ્કૂલોમાં કોરોના આવે તે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું કહ્યું છે. આ સાથે કોરોનાની દહેશત વધતા અમદાવાદની સ્કૂલોમાં ૫૦ % વિદ્યાર્થીઓ કરવા માગ કરી છે. મનોજ પટેલે કહ્યું હતું કે, કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોઇ ૧ જાન્યુઆરીથી સ્કૂલોમાં ૫૦ % વિદ્યાર્થીઓ કરવા જોઈએ.
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે કોરોનાની સંભવિત લહેરને લઈ ચિંતા વ્યક્ત કરી છે.
મનોજ પટેલે કહ્યું હતું કે, કોરોના વાયરસની સંભવિત લહેરને લઈ કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, સ્કૂલોમાં કોરોના આવે તે પહેલાથી સજાગ બનવું જરૂરી હોઇ ૧ જાન્યુઆરીથી સ્કૂલોમાં ૫૦ % વિદ્યાર્થીઓ કરવા જોઈએ.