કેટલાક વૈજ્ઞાનિકોએ ભારપૂર્વક જણાવ્યું છે કે દરેક નવો ચેપ કોરોના વાયરસના મ્યૂટેશનમાં મદદ કરી શકે છે, જેના કારણે નવા પ્રકારો બહાર આવી શકે છે અને તે વધુ ખતરનાક બની શકે છે. જો વાયરસનું મ્યુટેશન થાય તો તેનાથી પણ વધુ વિનાશ થઈ શકે છે.
ચીનમાં કોરોના ના કારણે સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. બહાર આવી રહેલા આંકડાઓ અનુસાર, BF.૭ વેરિઅન્ટ ચીનમાં તબાહી મચાવી રહ્યું છે, જેના કારણે દરરોજ લાખો કેસ સામે આવી રહ્યા છે. ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે અન્ય દેશોની ચિંતા પણ વધી ગઈ છે, કારણ કે આ પહેલા પણ ચીન પછી જ સંક્રમણ આખી દુનિયામાં ફેલાઈ ગયું હતું. તાજેતરમાં, કેટલાક વૈજ્ઞાનિકોએ ભારપૂર્વક જણાવ્યું છે કે દરેક નવો ચેપ કોરોના વાયરસના મ્યૂટેશનમાં મદદ કરી શકે છે, જેના કારણે નવા પ્રકારો બહાર આવી શકે છે અને તે વધુ ખતરનાક બની શકે છે. જો વાયરસનું મ્યુટેશન થાય તો તેનાથી પણ વધુ વિનાશ થઈ શકે છે.
જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ચેપ રોગના નિષ્ણાત ડૉ. સ્ટુઅર્ટ કેમ્પબેલ રે, બ્લૂમબર્ગ દ્વારા ટાંકીને જણાવ્યું કે, “કોરોનાનું નવું સ્વરૂપ ઓમિક્રોન વેરિઅન્ટ જેવું હોઈ શકે છે, સ્ટ્રેન્સનું મિશ્રણ અથવા તો સંપૂર્ણપણે અલગ પણ હોઈ શકે છે.” તે શક્ય છે. ચીનની વસ્તી ઘણી મોટી છે અને બહુ ઓછા લોકોમાં કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ છે. આ વાતાવરણમાં નવા પ્રકારો જન્મવાનો ભય વધુ છે.
ડૉ. સ્ટુઅર્ટે આગળ જણાવ્યું કે, “દરેક નવો ચેપ કોવિડને મ્યૂટેશન કરવાની નવી તક આપે છે. જો ચીનની વસ્તી ૧.૪ અબજ છે, તો કોવિડ ત્યાં ઝડપથી ફેલાઈ શકે છે કારણ કે ત્યાં ‘ઝીરો – કોવિડ’ નીતિ લગભગ સમાપ્ત થઈ ગઈ છે. ચીનના લોકોમાં રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થઈ છે, તેથી આ વાયરસને મ્યૂટેટ થવામાં મદદ મળી શકે છે.
ડૉ. સ્ટુઅર્ટે કહ્યું, જ્યારે પણ કોરોના સંક્રમણની ખતરનાક લહેર આવી છે, ત્યારે અમે નવા પ્રકારો જન્મ લેતા જોયા છે. તેણે કહ્યું કે વાયરસ એક બોક્સર જેવો છે. જે વિરોધીથી બચવા માટે પોતાને સતત વિકસિત કરતો રહે છે. ડૉ. સ્ટુઅર્ટે વધુમાં કહ્યું કે, “વિશ્વના ઘણા ભાગોમાં છેલ્લા ૬ થી ૧૨ મહિનામાં આપણે જે કોરોના સંક્રમણમાં નરમાઈ જોવા મળી છે, તે રસીકરણને કારણે છે અથવા ચેપ સામે મજબૂત રોગપ્રતિકારક શક્તિને કારણે છે. એટલા માટે નહીં કે વાયરસ પહેલા કરતા ઓછો ખતરનાક થઈ ગયો છે.
ડૉ. શાન – લુ લિયુ, જેમણે કોલંબસની ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમાં વાયરસનો અભ્યાસ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે, ચીનમાં ઓમિક્રોનના ઘણા પ્રકારો મળી આવ્યા છે, જેમાં તાજેતરમાં તબાહી મચાવનાર BF.૭ નો સમાવેશ થાય છે. ભારતની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજમાં વાયરસનો અભ્યાસ કરનારા ડૉ. ગગનદીપ કાંગે કહ્યું છે કે, એ જોવાનું રહેશે કે શું આ વાયરસ અન્ય દેશોમાં ફેલાઈ ચૂક્યો છે તેવી જ પેટર્ન સાથે ચીનમાં પણ ફરી ફેલાશે કે પછી કોઈ નવી પેટર્ન સામે આવશે.