રાષ્ટ્રપતિ મુર્મૂ પાંચ દિવસના તેલંગાણા પ્રવાસે છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આજે હૈદરાબાદમાં કેશવ મેમોરિયલ એજ્યુકેશનલ સોસાયટીના વિદ્યાર્થીઓને સંબોધન કરશે.
ઉપરાંત રાષ્ટ્રપતિ સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમીની મુલાકાત લેશે અને ભારતીય પોલીસ સેવાની ૭૪ મી આરઆર બેચના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરશે.
હૈદરાબાદમાં મિશ્ર ધાતુ નિગમ લિમિટેડની વ્હાઇટ પ્લેટ મિલનું ઉદઘાટન પણ કરશે.
રાષ્ટ્રપતિ મુર્મૂ પાંચ દિવસના તેલંગાણા પ્રવાસે છે.
રાષ્ટ્રપતિએ શ્રી શૈલમ મંદિરની મુલાકાત કરીને ભગવાન મલ્લિકાર્જૂનની પૂજા પણ કરી હતી. તે પછી રાષ્ટ્રપતિએ પ્રસાદ યોજના હેઠળ પર્યટન સેવાનું પણ ઉદઘાટન કર્યું હતું.