ભારતે ૩૦ કરોડથી વધારે આયુષ્યમાન ભારત આરોગ્ય ઓળખપત્ર – આભા કાર્ડ બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે.
આરોગ્ય અને કુટુંબ કલ્યાણમંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આવી માહિતી આવી. તેમણે કહ્યું કે આયુષ્યમાન ભારત ડિજીટલ મિશન, ટેકનોલોજીના ઉપયોગથી દેશના નાગરિકોના જીવન સરળ બનાવી રહ્યું છે.
આયુષ્માન ભારત આરોગ્ય એકાઉન્ટ દ્વારા ભારતીય નાગરિક ડિજીટલ પદ્ધતિથી પોતાનો આરોગ્ય રેકોર્ડ તપાસી શકશે અને તેનું વ્યવસ્થાપન કરી શકશે. તેમજ નાગરિકોને દેશભરની હોસ્પિટલોમાં પોતાના આરોગ્ય અંગેના રેકોર્ડની જાળવણીમાં મદદ કરશે, તેનાથી તેમની સારવાર સરળતાથી થઇ શકશે.