ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બે દિવસ બાદ ઠંડીમાં સામાન્ય ઘટાડો થવાની સંભાવના છે જ્યારે પહેલી જાન્યુઆરી થી ઠંડીમાં ફરીથી વધારો થશે. હવામાં ભેજનું પ્રમાણ વધવાથી ૨૮ તારીખથી ઠંડીમાં ઘટાડો થશે.
માઉન્ટ આબુ ઠંડુગાર થઇ ગયું છે. અહીં તાપમાન માઈનસ ૨ ડિગ્રી નોંધાયું હતું. માઉન્ટ આબુના ઘાસના મેદાનોમાં, નકી તળાવ પર બરફની ચાદર પથરાઈ ગઈ છે.
ગુજરાત રાજ્યમાં વધી રહેલી ઠંડીને ધ્યાને રાખીને અમદાવાદમાં યોજાયેલ કાંકરિયા કાર્નિવલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, કાર્નિવલમાં રાત્રે ૦૮:૦૦ વાગ્યા સુધી જ પ્રવેશ આપવામાં આવશે અને રાત્રે ૦૯:૦૦ વાગ્યે રંગારગ કાર્યક્રમ સમાપ્ત થઈ જશે.