અમેરિકામાં બરફનું તોફાન કેર વરસાવી રહ્યું છે. બરફના તોફાને ૬૦ લોકોનો ભોગ લીધો છે અને લાખો લોકોનું જીવન પ્રભાવિત થયું છે.
ન્યૂયોર્ક ક્ષેત્રનો બુફેલો વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત છે અને અહીં મૃતકોની સંખ્યા વધીને ૨૫ થઇ ગઇ છે. વીજ પુરવઠો ખોરવાતાં લાખો લોકો અંધારપટનો સામનો કરી રહ્યા છે. પાડોશી દેશ મેક્સિકો સુધી બરફના તોફાનનો પ્રભાવ જોવા મળી રહ્યો છે.
અમેરિકી પ્રમુખ અને પ્રથમ મહિલાએ મૃતકોના પરિવારજનો પ્રતિ સંવેદના જાહેર કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. જાપાનમાં પણ બરફ વર્ષાને કારણે ૧૭ લોકોના મૃત્યુ થયા છે અને ૯૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. સેંકડો ઘરોમાં વીજસેવા ડૂલ થઇ ગઇ છે. અનેક વિસ્તારોમાં સરેરાશ કરતાં ત્રણ ગણી બરફવર્ષા થઇ છે.