ગૃહ મંત્રાલય દ્વારા આજે જમ્મૂ કાશ્મીરની સુરક્ષા અને વિકાસની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજાવાની છે.
અમિત શાહના અધ્યક્ષપદે બપોરે ૦૪:૦૦ વાગે આ બેઠક યોજાશે. બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, સુરક્ષા એજન્સીઓના વડા પણ ભાગ લેશે. કાશ્મીરના મુખ્ય સચિવ અને ડીજીપી પણ આ બેઠકમાં હાજર રહેશે. ગૃહપ્રધાન આ પહેલાં લદ્દાખની વિકાસ અને સુરક્ષા સંબંધિત સ્થિતિ મુદ્દે પણ બેઠક યોજશે.
જમ્મુ ક્ષેત્રના સિધરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે સર્જાયેલી અથડામણમાં ૪ આતંકવાદીઓ માર્યા ગયા છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સવારે એક ટ્રકની હીલચાલ શંકાસ્પદ માલુમ પડતાં સુરક્ષા દળોએ તેનો પીછો કર્યો હતો. ટ્રકમાં છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ સર્જાઇ હતી. હાલ તો ટ્રકનો ચાલક ફરાર છે.