આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે.
બેઠકમાં કોરોનાની સંભવિત પરિસ્થિતિ અંગે રાજ્યમાં કરાયેલી તૈયારીઓ અંગે, G ૨૦ અંતર્ગત ગુજરાતમાં યોજાનારી ૧૫ બેઠકોની તૈયારી અંગે ચર્ચા કરાશે.
ગુજરાતમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન સહિત નીતિવિષયક બાબતો અંગે ચર્ચા કરાશે. આજથી મંત્રીમંડળની બેઠકમાં મોબાઈલ પર પ્રતિબંધ રહેશે.