ટપાલ વિભાગે ગ્રામીણ ટપાલ સેવકો માટે ઓનલાઈન રીકવેસ્ટ ટ્રાન્સફર પોર્ટલનો પ્રારંભ કર્યો છે. ટપાલ વિભાગનાં મહાનિર્દેશક આલોક શર્માએ વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી આ પોર્ટલનો પ્રારંભ કરાવ્યો છે.
આલોક શર્મા કહ્યું કે, અરજી લેવાથી લઈ, મંજૂરી અને ટ્રાન્સફર ઓર્ડર આપવા સહિતની તમામ પ્રક્રિયા આ પોર્ટલ દ્વારા પેપરલેસ અને સરળ બની છે. ભારતીય ટપાલ વિભાગ દેશભરના ૧ લાખ ૫૬ હજારથી વધુ ટપાલ ઓફિસનું વિશ્વનું સૌથી મોટું પોસ્ટ ઓફિસ નેટવર્ક ધરાવે છે.ઓનલાઈન રીકવેસ્ટસ ટ્રાન્સફર પોર્ટલનાં પ્રારંભથી સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. તથા સમય અને સંસાધનોનો બચાવ થશે. આ ઓનલાઈન પોર્ટલ દ્વારા ગઈકાલે ૫ હજારથી વધુ ગ્રામીણ ટપાલ સેવકોના ટ્રાન્સફરને મંજૂરી અપાઈ છે.