રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ હાલ તેલંગાણાના પ્રવાસે છે. રાષ્ટ્રપતિએ જી.નારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે સંબોધન કર્યું.
કાર્યક્રમમાં સંબોધન કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણનીતીનો ઉદ્દેશ ભારતને જ્ઞાનનું વૈષ્વિક કેન્દ્ર બનાવવાનો છે. ટેકનોલોજીનો હેતુ પર્યાવરણને અનુકૂળ હોવો જોઈએ. સામાજિક ન્યાય માટે ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, માતા – પિતાએ દીકરીના શિક્ષણ માટે ઉત્સુકતા દર્શાવવી જોઈએ. સરકારનો પ્રયાસ દિકરીઓને વધુ સશક્ત બનાવવાનો છે. તેમણે કહ્યું કે મહિલાઓને વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ આવવું જોઈએ.