અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેનના વડપણ હેઠળના વહીવટીતંત્રે અમેરિકાની ઇમિગ્રેશન વ્યવસ્થામાં સર્વગ્રાહી સુધારા કરવાનો નિર્ણય લીધો છે.
સર્વોચ્ચ અદાલતે અગાઉના ટ્રમ્પ વહીવટી તંત્ર વાળા અમલમાં મૂકેલ સરહદ નિયંત્રણ વ્યવસ્થાને યથાવત રાખવાનો આદેશ આપ્યા બાદ વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે.
ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા અમલમાં મૂકાયેલ વ્યવસ્થા મુજબ કોવિડની આડમાં દક્ષિણની સરહદેથી અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરનાર લોકોને રોકવામાં આવે છે.