રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલના સભ્ય ડૉ.અફરોઝ અહેમદ”મહેસાણા જિલ્લા પર્યાવરણ યોજનાની” રચના માટે કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી

રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ, પ્રિન્સિપલ બેન્ચ, નવી દિલ્હીના સભ્ય ડૉ.અફરોઝ અહેમદ ”મહેસાણા જિલ્લા પર્યાવરણ યોજનાની” રચના માટે કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા.

આ અવસરે ડૉ.અફરોઝ અહેમદે રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલના આદેશોના પાલન પર પ્રગતિ  બાબતે પોલીસ, નગરપાલિકા, વન, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, આરોગ્ય, ખેતી, માર્ગ અને મકાન, ભૂગર્ભ જળ વગેરે વિભોગોના અધિકારીઓ સાથે પર્યાવરણ સંરક્ષણ બાબતે ચર્ચા કરી હતી.

ડૉ.અફરોઝ અહેમદે જણાવ્યું હતું કે, પર્યાવરણએ આપણાં સૌની કોમન હેરિટેજ છે. પર્યાવરણએ આપણું અને આવવાવાળી પેઢીનું જીવન છે. પર્યાવરણ અને વિકાસ એક સાથે ચાલી શકે એમ છે, એ માટે પર્યાવરણ સંરક્ષણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ સમાવેશી વિકાસ અને ‘પીપીપી મોડલ’ થકી આપણે વિકાસ અને પર્યાવરણની સુરક્ષા કરી શકીએ એમ છીએ.

માઈનોરીટી કમિશનના સભ્ય સચિવ સમ્માન ખાન, ઇન્ચાર્જ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લાના પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, નિવાસી અધિક કલેક્ટર ઇંદ્રજીતસિંહ વાળા, વન ખાતાના અધિકારીગણ, આરોગ્ય ખાતાના અધિકારીગણ, વિવિધ ખાતાના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *