કોરોનાને લઈને સરકાર બની વધુ સતર્ક

ચીન સહિત વિશ્વમાં વધતા કોરોનાએ દુનિયાના લોકોને હચમચાવી નાખ્યું છે. ત્યારે દેશમાં કોરોનાનું સંક્રમણ ન  વધે તે માટે સરકાર વધુ સતર્ક બની છે અને નિયંત્રણો ૬ દેશમાંથી આવતા મુસાફર માટે RT – PCR ટેસ્ટ ફરજિયાત કરાયા છે. જેમાં ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયાના પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવશે. જેની આગામી ૧ જાન્યુઆરી ૨૦૨૩ થી  અમલવારી થશે. આ મામલે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.એર સુવિધા પોર્ટલ ઉપર રિપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે. કોરોનાની સંભવિત સ્થિતિને લઇ કેન્દ્ર સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે નિર્ણય કરવામાં આવ્યો છે.

વિશ્વમાં વધતા કોરોનાના કેસને લઈ દેશમાં કોરોનાની વધુ એક લાહેરની આશંકા વર્તાઈ રહી છે ત્યારે કેન્દ્રની સાથે રાજ્ય સરકાર પણ સતર્ક બની છે. રાજ્ય સરકારએ કેન્દ્ર સરકાર પાસેથી વેક્સિનની માંગ કરી છે. ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે ૧૨ લાખ વેક્સિનના ડોઝની માંગણી કરી છે. રાજ્યમાં ૧૦ લાખ કોવિશિલ્ડ અને ૨ લાખ કો – વેક્સિનના ડોઝની માંગણી કરી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને ૨ લાખ કો – વેક્સિનનો જથ્થો મંજૂર કર્યો હતો, ૨ લાખ કો – વેક્સિન પૈકી ૧ લાખ કોવેક્સિનના ડોઝ રાજ્ય સરકારને મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *