પ્રધાનમંત્રીના માતા હીરાબાનું નિધન થતાં મહેસાણા – વડનગરમાં શોકની લાગણી

પ્રધાનમંત્રી મોદીના શાતાયુ માતા હીરાબાના નિધનથી સમગ્ર વડનગર શોકમગ્ન બનીને થંભી ગયું છે. સાથે જ સમગ્ર મહેસાણા જિલ્લાના લોકોએ માતા ગુમાવી હોય તેવો માહોલ જણાઈ રહ્યો છે.

હીરાબાને વડનગરના લોકો એક નિડર માતા તરીકે ઓળખે છે. વડનગરના તમામ વેપારીઓએ સમગ્ર વડનગરમાં બે દિવસનો શોક પાળીને હીરાબાને શ્રધ્ધાંજલી આપવાની જાહેરાત કરી છે. તો આ તરફ મહેસાણા જિલ્લાના ઊંઝા માર્કેટયાર્ડમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. તો ઊંઝા માર્કેટયાર્ડના વેપારીઓ સ્વયંભુ બજાર બંધ રાખીને હીરાબાને શ્રધ્ધાંજલી અર્પી.  ઊંઝા માર્કેટયાર્ડમાં બે મિનીટનું મૌન પાળીને હીરાબાને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી. તો એપીએમસીના ચેરમેન દિનેશ પટેલે ખેડૂતો, વેપારીઓ અને જનતાની લાગણીને માન આપી માર્કેટનું તમામ કામકાજ બંધ રાખવાનું જણાવ્યું હતું.  તો આ તરફ હીરાબાના નિધનને પગલે ઊઝા વિધાનસભા વિસ્તાર પણ શોકમગ્ન બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *