કેન્દ્ર સરકારે દેશના સરહદી વિસ્તારોનો વિકાસ અને સલામતી વ્યવસ્થા વધુ મજબુત બનાવવા મહત્વના પગલા લીધા

કેન્દ્ર સરકારે દેશના સરહદી વિસ્તારોનો વિકાસ કરવા અને સલામતી વ્યવસ્થા વધુ મજબુત બનાવવા મહત્વના પગલા લીધા છે, જેના ભાગરૂપે સંબંધીત વિસ્તારમાં ૧૪૦ કિલોમીટરના ક્ષેત્રમાં કાંટાળી વાડનું કામ પુર્ણ થયું છે તેમજ ૪૦૦ કિલોમીટરની લંબાઈના રસ્તાઓ તૈયાર કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે નવી દિલ્હીમાં BSF માટે મોબાઈલ એપ ‘પ્રહરી’ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના મેન્યુઅલને જાહેર કરતી વખતે આ મુજબ જણાવ્યું હતું.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ૯ સંકલીત ચેકપોસ્ટો વિકસાવવામાં આવી છે અને વધુ ૧૪ નું કામ ચાલી રહ્યું છે. ગૃહમંત્રીએ BSFની કામગીરીને બીરદાવીને કહ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં BSF દ્વારા ૨૬ હજાર કિલોગ્રામ માદક દ્રવ્ય અને અઢી હજાર જેટલાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, છેલ્લા છ મહિનામાં પશ્ચિમ સરહદ પર ૨૨ ડ્રોન તોડી પાડ્યા છે, જે એક મોટી ઉપલબ્ધિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *