CBSE દ્વારા લેવાનારી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષાનો આરંભ આગામી ૧૫ મી ફેબ્રુઆરીથી થશે. ધોરણ ૧૦ ની પરીક્ષા આગામી ૨૧ મી માર્ચે જયારે ધોરણ ૧૨ ની પરીક્ષા આગામી ૫ મી એપ્રિલે પૂરી થશે.
પરીક્ષાઓ સવારના સાડા દસ વાગ્યાથી શરૂ થશે. પરીક્ષાના કાર્યક્રમની વિગતો CBSE બોર્ડની વેબસાઇટ cbse.gov.in પરથી જોઇ શકાશે.
બોર્ડની યાદીમાં જણાવ્યું છે કે, ધોરણ ૧૨ ના પરીક્ષાનો કાર્યક્રમ તૈયાર કરતી વખતે JEE પરીક્ષા સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો ધ્યાનમાં લેવાઇ છે.