રાજસ્થાનના પાલી પાસે સોમવારે વહેલી સવારે બાદ્રા ટર્મિનલ જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસના ૧૩ ડબ્બા પાટા પરથી ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે, સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નહોતી. આ બનાવની જાણ થતાં રેલવે વિભાગે એક રાહત ટ્રેન મોકલીને રાહત કામગીરી શરૂ કરી હતી.
રાજસ્થાનના પાલીમાં બાંદ્રા ટર્મિનસ જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ( બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ )ના ૧૧ ડબ્બા સોમવારે સવારે પાટા પરથી ઉતરી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત મોડીરાતે ૦૩:૨૭ કલાકે થયો હતો. ઉત્તર પશ્ચિમ રેલવેના CPROએ જણાવ્યું કે જોધપુર ડિવિઝનના રાજકિયાવાસ-બોમાદ્રા સેક્શન પર બોગી પાટા પરથી ઉતરી ગઈ. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાન – માલના નુકસાનની કોઈ માહિતી નથી. સીપીઆરઓએ કહ્યું કે ઉત્તર પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ રેલવેના જયપુર મુખ્યાલયમાં આ મામલાની દેખરેખ રાખી રહ્યા છે. ઘણા ઉચ્ચ અધિકારીઓ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી જશે.