ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર
ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. તા.૬ થી ૨૦ જાન્યુઆરી સુધી પરીક્ષા માટે ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. બોર્ડની વેબસાઈટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તેવું નોટિફેકેશન બહાર પાડવામાં આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ ,ડીગ્રી/ડીપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A, B, અને AB ગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ( ગુજકેટ ) ૨૦૨૩ પરીક્ષા માટેની ઓન લાઈન આવેદન ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ www. gseb.org પર મુકવામાં આવેલ છે.