રાજ્યમાં નવી સરકાર રચાયા બાદ મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અને સલાહકારની નિમણુક કરવામાં આવી છે. જે બાદ આજે રાજ્ય સરકારના મંત્રીઓના બાકી PA, PS ની નિમણૂંકો કરવામાં આવી છે
મુંખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અગ્ર સચિવ તરીકે ફરી એકવાર કે.કૈલાસનાથનને નિમણુક આપવામાં આવી છે. બાદમાં હવે કેબિનેટ મંત્રીઓને બાકી પી એ અને પી એસની નિમણૂંકો કરવામાં આવી છે. તેમને જણાવી કે, રાજ્ય કક્ષાના મંત્રીઓના અંગત સચિવોની પણ નિમણૂંક કરી દેવાઈ છે. મંત્રીઓના બાકી PA, PSની નિમણૂંકોને લઈ સામાન્ય વહિવટ વિભાગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યુ છે. જેમાં નાણા, ઉર્જા મંત્રી કનુ દેસાઈના અંગત સચિવ તરીકે કે.કે.પટેલ-નાયબ સચિવ અને અધિક અંગત સચિવ તરીકે નિરવ પટેલની નિમણૂક કરાઈ છે.