પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી પ્રસંગે રેલવે વિભાગે આપી ભેટ, દિલ્હી- અમદાવાદ જનસંપર્ક ક્રાતિ એક્સપ્રેસ ટ્રેન હવે અક્ષરધામ એક્સપ્રેસના નામે ઓળખાશે

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે જાહેરાત કરી.

પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી પ્રસંગે રેલવે વિભાગે મોટી ભેટ આપી છે. દિલ્હી – અમદાવાદ જનસંપર્ક ક્રાતિ એક્સપ્રેસ ટ્રેન હવે અક્ષરધામ એક્સપ્રેસના નામે ઓળખાશે.

રેલવે, આઇટી અને ટેલીકોમ વિભાગના કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સોમવારે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે પ્રમુખસ્વામી મહારાજનગરની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે બીએસપીએસના વડા મહંત સ્વામી મહારાજ સાથે મુલાકાત કરીને મહત્વની જાહેરાત કરી હતી કે પ્રમુખસ્વામી મહારાજને શ્રંદ્વાંજલી આપવાના ભાગરૂપે અમદાવાદ – દિલ્હીને જોડતી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનું નામ રેલવે વિભાગ દ્વારા અક્ષરધામ એક્સપ્રેસ રાખવામાં આવશે. તેમણે પ્રમુખસ્વામી મહારાજ નગરની મુલાકાત બાદ કહ્યું, “પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં સમાજસેવાનું કાર્ય કર્યું છે અને આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવવા મળ્યું તે મારું પરમ સૌભાગ્ય છે. આજે સંપર્ક ક્રાંતિ ટ્રેનનું નામ બદલીને “અક્ષરધામ એકસપ્રેસ” રાખવાનું નક્કી કરીને પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે મારી સેવાની ભાવના વ્યક્ત કરું છું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *