ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આ સાથે ઠંડા પવનો ફૂંકાવાની પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી છે. નલીયામાં આજે સૌથી ઓછું ૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગઈકાલે નલિયામાં સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી, કંડલા એરપોર્ટ પર ૯ ડિગ્રી, ડીસામાં ૧૦.૩ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૦.૭ ડિગ્રી, ભુજમાં ૧૦.૮ ડિગ્રી, આણંદમાં ૧૦.૯ ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહત્વનું છે કે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
આજે નોંધાયેલા આંકડા
નલિયા – ૮.૮ ડીગ્રી
અમદાવાદ – ૧૩.૫ ડીગ્રી
વડોદરા – ૧૨.૪ ડીગ્રી
ડીસા – ૧૦.૨ ડીગ્રી
પોરબંદર – ૧૧.૮ ડીગ્રી
કંડલા – ૧૨.૭ ડીગ્રી
રાજકોટ – ૧૨.૨ ડીગ્રી
સુરત – ૧૪.૪ ડીગ્રી
ગાંધીનગર – ૧૨.૨ ડીગ્રી