ભારતીય રેલ્વેની મુસાફરીની આવક વધી, એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન રેલવેની આવક થઈ ૪૮,૯૧૩ કરોડ રૂપિયા

ભારતીય રેલ્વેની મુસાફરીની આવકમાં ૭૧ % જેટલો વધારો નોંધાયો છે. એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન રેલવેની આવક વધીને ૪૮ હજાર ૯૧૩ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉના વર્ષના આ જ સમયગાળા દરમિયાન ૨૮ હજાર ૫૬૯ કરોડ રૂપિયા હતી.

૧ લી એપ્રિલથી ૩૧ મી ડિસેમ્બર ૨૦૨૨ ના સમયગાળા દરમિયાન આરક્ષિત મુસાફરીની આવક અગાઉના વર્ષના સમાન સમયગાળા દરમિયાન ૨૬ હજાર ૪૦૦ કરોડની સરખામણીએ ૩૮ હજાર ૪૮૩ કરોડ રૂપિયા થઈ છે, જે ૪૬ % નો વધારો દર્શાવે છે. ૧ લી એપ્રિલથી ૩૧ મી ડિસેમ્બર ૨૦૨૨ ના સમયગાળા દરમિયાન આરક્ષિત સિવાયના મુસાફરો પાસેથી થયેલી આવક ૧૦ હજાર ૪૩૦ કરોડ રૂપિયા છે જે અગાઉના વર્ષના આ સમયગાળા દરમિયાનની ૨ હજાર ૧૬૯ કરોડની સરખામણીએ ૩૮૧ % નો વધારો દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *