ઑસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ પ્રદેશમાં એક પર્યટક સ્થળ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે અકસ્માત થતાં ચાર લોકોનાં મોત થયાં છે જ્યારે ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. પત્રકારો સાથે વાત કરતાં ક્વીન્સલેન્ડ પોલીસે જણાવ્યું કે, આ ઘટના સી વર્લ્ડ થીમ પાર્ક નજીક બની હતી. પ્રારંભિક અહેવાલમાં જણાવાયું છે કે, એક હેલિકોપ્ટર ટેક ઓફ કરી રહ્યું હતું અને અન્ય એક હેલીકોપ્ટર લેન્ડિંગ કરતુ હતું ત્યારે બન્ને અથડાયાં હતાં.
ઓસ્ટ્રેલિયામાં ૨ હેલિકોપ્ટર્સની હવામાં જોરદાર ટક્કર થવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ૪ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં એક હેલિકોપ્ટરની વિન્ડસ્ક્રીનમાં નુકસાન થયું છે.
આ હેલિકોપ્ટરના મુસાફરોને પણ તબીબી સહાય મળી રહી છે. ક્રેશના ફૂટેજમાં એક હેલિકોપ્ટર ટેકઓફ પછી તરત જ બીજા હેલિકોપ્ટર સાથે અથડાયું હોવાનું જોવા મળ્યું છે.