પંજાબમાં ફરી એકવાર ખાલિસ્તાનના સમર્થનમાં દિવાલો પર નારા લખવામાં આવ્યા છે. આ વખતે શ્રી મુક્તસર સાહિબમાં SSP ઓફિસની દિવાલો પર આ નારા લખવામાં આવ્યા છે. અહીં બીજી વખત આ પ્રકારનું કૃત્ય થયું છે. આ પહેલા પણ આ દિવાલો પર જ આવા નારા લખવાનો મામલો સામે આવ્યો હતો.
સતત પંજાબનો માહોલ ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. શીખ ફોર જસ્ટીસ (SFJ) તરફથી વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે ઘરે-ઘરે દહેશતના સામાન પહોંચી ચૂક્યા છે. એટલું જ નહીં આ વીડિયોમાં રાહુલ ગાંધીને પણ ધમકી આપવામાં આવી છે.
વાસ્તવમાં જાન્યુઆરીના બીજા સપ્તાહમાં એટલે કે ૧૧ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ પંજાબમાં રાહુલ ગાંધીની યાત્રા શરૂ થવા જઈ રહી છે. બીજી વખત રાહુલ ગાંધીને ધમકી આપવામાં આવી છે. રાહુલ ગાંધીને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ પંજાબના રસ્તા પર ચાલીને બતાવે. જે બોમ્બ CM ભગવંત માનના ઘરની નજીક આવેલા પાર્કમાંથી મળ્યો હતો, તે હેલીપેડ પર પણ મળી શકતો હતો.