રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી રાજસ્થાનની બે દિવસની મુલાકાતે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી રાજસ્થાનની બે દિવસની મુલાકાતે છે, તેઓ રાજસ્થાનમાં વિવિધ વિકાસકામોનું ઉદઘાટન અને લોકાર્પણ કરશે. તેઓ જયપુરમાં રાજભવન ખાતે સંવિધાન ઊદ્યાનનું ઉદઘાટન કરશે.

રાજસ્થાનમાં સૂર્ય ઊર્જા વિસ્તારમાં વીજ પરિવહન વ્યવસ્થાનું વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ઉદઘાટન કરશે અને બિકાનેરમાં સ્થાપનાર એક હજાર મેગાવોટ સૂર્ય ઊર્જા પ્રોજેક્ટનો શિલાયન્સ કરશે. આ ઉપરાંત તેઓ બ્રહ્માકુમારી દ્વારા યોજાનાર આધ્યાત્મિક સશક્તિકરણ દ્વારા દેશનો ઉત્કર્ષ એટલે કે રાઇઝ નામની રાષ્ટ્રીય ઝૂંબેશના ઉદઘાટન સત્રમાં હાજરી આપશે.  આવતીકાલે રાષ્ટ્રપતિ રાજસ્થાનના પાલી ખાતે ભારત સ્કાઉટ અને ગાઇડના ૧૮ મા નેશનલ જંમ્બોરીનું ઉદઘાટન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *