જૈન તીર્થધામને બચાવવા મુનિએ આપ્યું બલિદાન

ઝારખંડમાં જૈન તીર્થ સમેદ શિખરને પર્યટન સ્થળ બનાવવાનો વિરોધ કરી રહેલા જૈન મુનિ સુજ્ઞેયસાગર મહારાજે મંગળવારે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે. તેઓ ઝારખંડ સરકારના નિર્ણયની સામે છેલ્લા ૧૦ દિવસથી આમરણ ઉપવાસ કરી રહ્યા હતા. સુજ્ઞેયસાગર મહારાજ ૭૨ વર્ષના હતા.

ઝારખંડ સરકારના નિર્ણય બાદ મુનિ સુજ્ઞેયસાગર સાંગાનેરમાં ૨૫ ડિસેમ્બરથી ઉપવાસ કરી રહ્યા હતા. મંગળવારે સવારે તેમની ડોલ યાત્રા સાંગાનેર સાંઈજી મંદિરેથી કાઢવામાં આવી હતી. આ દરમિયાન આચાર્ય સુનિલ સાગર સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જૈન મુનિને જયપુરમાં સાંગાનેર ખાતે સમાધિ આપવામાં આવી છે.

ઝારખંડ સરકારે ગિરિડીહ જિલ્લામાં આવેલા પારસનાથ ટેકરીને પર્યટન સ્થળ તરીકે જાહેર કર્યું છે. સમગ્ર દેશમાં જૈન સમાજના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. પારસનાથ ટેકરી વિશ્વભરના જૈન ધર્મના લોકોમાં સર્વોચ્ચ તીર્શ સંમેદ શિખર તરીકે પ્રખ્યાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *