પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની ૨૯ મી તારીખે ‘મન કી બાત’ કાર્યક્રમમાં લોકો સાથે તેમના વિચારો રજુ કરશે.
૨૯ તારીખે રવિવારે સવારે ૧૧:૦૦ વાગ્યે આકાશવાણી પર માસિક રેડિયો કાર્યક્રમનો આ ૯૭ મો એપિસોડ હશે. પ્રધાનમંત્રીએ લોકોને વિવિધ વિષયો પર તેમના વિચારો રજુ કરવા આમંત્રણ આપ્યું છે.
લોકો નમો એપ અથવા માય ગોવ ઓપન ફોરમમાં તેમનાં મંતવ્યો રજુ કરી શકે છે. તેઓ ટોલ-ફ્રી નંબર ૧૮૦૦ – ૧૧ – ૭૮૦૦ પર પણ ફોન કરીને પ્રધાનમંત્રીને તેમનો સંદેશ હિન્દી અથવા અંગ્રેજીમાં રેકોર્ડ કરાવી શકે છે. આ મહિનાની ૨૭ મી તારીખ સુધી ફોન લાઈન ખુલ્લી રહેશે. લોકો ૧૯૨૨ નંબર પર મિસ કોલ કરીને એસએમએસમાં મળેલી લિંકને અનુસરીને સીધા જ સૂચનો આપી શકે છે.