કેન્દ્રીય માહીતી અને પ્રસારણમંત્રી અનુરાગ ઠાકુરે ગઈકાલે અમદાવાદમાં પ્રમુખ સ્વામીનગર ખાતે યોજાઇ રહેલા પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબાદી મહોત્સવની ઉજવણીમાં ભાગ લીધો. બીએપીએસ સંસ્થાના મહંત સ્વામીએ તેમને પ્રમુખ સ્વામી મહારાજનગરની મુલાકાત લઇને જન્મ શતાબ્દી મહોત્સવના પ્રમુખ આકર્ષણો અંગે માહીતગાર કરાયા હતા. ૧૫ મી ડિસેમ્બરથી ઓગણજ નજીક ૬૦૦ એકરમાં સ્થપાયેલા પ્રમુખ સ્વામીનગરમાં પ્રમુખ સ્વામી મહારાજનીના જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રમુખ સ્વામીનગરનું પરિભ્રમણ કરી વિવિધ પ્રદર્શન નિહાળ્યા હતા. આ સાથે જ તેમણે મહંત સ્વામીના આશીર્વાદ પણ લીધા હતા. અહીં કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૨ માં મને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. ગુજરાતની ધરતીનું સૌભાગ્ય છે કે, અહીંથી આવા સંત થયા, જેમણે દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું. સાથે જ કેન્દ્રિય મંત્રીએ પ્રમુખ સ્વામીને ભાવાંજલિ અર્પણ કરી હતી.
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુર ગઈકાલે અમદાવાદના મહેમાન બન્યા. તેમણે અમદાવાદ એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભાજપ કાર્યકર્તાઓનું સંગઠન છે અને ૨૦૨૩ માં જુદા જુદા રાજ્યોમાં આવનારી ચુંટણીઓમાં ભાજપ ભવ્ય વિજય મેળવશે અને વર્ષ ૨૦૨૪માં પણ કેન્દ્રમાં ભાજપ પૂર્ણ બહુમતની સરકાર રચશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત હાલમાં જી – ૨૦ નું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે. તે દર્શાવે છે કે દુનિયામાં ભારતનું માન સન્માન વઘ્યું છે.