આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે ચાલુ વર્ષે આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડાનું અનુમાન કર્યું છે.
IMF ના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ જણાવ્યું છે કે ત્રણ મોટી અર્થવ્યવસ્થાઓ અમેરિકા, યુરોપ અને ચીન ધીમી પડી રહી છે. વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે, ૨૦૨૩ મુશ્કેલ વર્ષ બનવા જઈ રહ્યું છે.
ગયા ઑક્ટોબરમાં, IMF એ ૨૦૨૩ ના વર્ષ માટે કરેલા અનુમાનમાં ઘટાડો કર્યો છે. યુક્રેનમાં સંઘર્ષ તેમજ ફુગાવાના દબાણ તથા અમેરિકાએ ફેડરલ રિઝર્વમાં કરેલા ઊંચા વ્યાજ દરો તેને પ્રતિબિંબિત કરે છે. ચીનમાં વધી રહેલા કોવીડના કેસથી અર્થ વ્યવસ્થાને અસરની સંભાવના પણ દર્શાવી છે. કોરોના વાયરસના કેસમાં વધારો થતાં સાવચેતી પણ ઉભી કરવામાં આવી છે.