મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યના પવિત્ર યાત્રાધામોના વિકાસ માસ્ટર પ્લાનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૮ પવિત્ર યાત્રાધામ ર૮ અન્ય મહત્વના યાત્રાધામો અને ૩પ૮ જેટલા સરકાર હસ્તકના દેવ સ્થાનકોના વિવિધ વિકાસ કામોની પ્રગતિ તથા ભાવિ આયોજન અંગેની તલસ્પર્શી માહિતી મેળવી હતી. રાજ્યના યાત્રાધામોમાં રૂ ૩૩૪ કરોડના ૬૪ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં અંબાજી, દ્વારકા, પાવાગઢ, બહુચરાજી, માતાનો મઢ તથા માધવપૂર કૃષ્ણ-રૂકમણી તીર્થ સ્થાનોનો સર્વગ્રાહી વિકાસ થશે. રાજ્યના ૩૪૯ ધાર્મિક- યાત્રા સ્થાનોમાં સોલાર એનર્જી સિસ્ટમ કાર્યરત થતાં વાર્ષિક ૩ કરોડ રૂપિયાની વીજ બચત થશે. 8 પવિત્ર યાત્રાધામોમાં ૨૪x૭ હાઇ એન્ડ સ્વછતા જાળવણી માટે રૂ. ૧૭ કરોડનું બજેટ ફાળવાયુ છે.