પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ગબ્બર પર જવા માટે રોપ – વે આજથી એટલે કે ૯ જાન્યુઆરીથી ૧૩ જાન્યુઆરી એમ ૫ દિવસ સુધી સમારકામ માટે બંધ રહેશે.
રોપ – વેનું વર્ષમાં ૨ વાર સમારકામ કરવામાં આવે છે. તે અનુસાર રોપ – વે ૧૪ જાન્યુઆરીથી પ્રવાસીઓની સુવિધા માટે કાર્યરત થઇ જશે. જોકે, યાત્રીકો પગપાળા જઇને માતાજીના દર્શન કરી શકશે. ચાલતા જવા માટે ગબ્બરના ૯૯૯ પગથિયા છે. જ્યારે ઉતરવાના ૭૬૫ પગથીયા છે. રોપ – વેના સમારકામ દરમિયાન પણ ગબ્બરની અખંડ જ્યોત સહિત તમામ દર્શન ભક્તો માટે ચાલુ રહેશે.