કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીમાં આજે લાલ કિલ્લા પર ‘જય હિન્દ નયા પ્રકાશ ઔર ધ્વનિ’ ( લાઈટ એન્ડ સાઉન્ડ ) કાર્યક્રમનો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમ હિન્દી અને અંગ્રેજી ભાષામાં હશે. એક સાથે ૭૦૦ વ્યક્તિ આ કાર્યક્રમ નિહાળી શકશે. લાલ કિલ્લા પર પાંચ વર્ષ બાદ પ્રકાશ અને ધ્વનિ એટલે કે લાઇટ અને સાઉન્ડ શો ની શરૂઆત થઈ રહી છે.
સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું છે કે, આ પહેલાંથી યોજાતા લાઇટ એન્ડ સાઉન્ડ કાર્યક્રમનું નવું રૂપ હશે, જેમાં ૧૭ મી શતાબ્દીથી અત્યાર સુધીના ભારતના ઇતિહાસ અને વીરતાની ગાથા પ્રસ્તુત કરાશે. એક કલાકનો આ કાર્યક્રમ ત્રણ ભાગમાં હશે, જેમાં મરાઠી સામ્રાજ્યનો ઉદય, ૧૮૫૭ ના સ્વતંત્રતા સંગ્રામ, આઝાદ હિન્દ ફોજના ઉધ્ધવ અને તેના કેસો સહિત આઝાદીની ચળવળ સાથે જોડાયેલા ભારતીય ઇતિહાસના મુખ્ય ઘટનાક્રમને દર્શાવવામાં આવશે.
મંત્રાલયે જણાવ્યું છે કે,
૭૫ વર્ષના દેશના નિરંતર વિકાસને કળાના વિભિન્ન રૂપોનો ઉપયોગ કરતાં પ્રસ્તુત કરાશે, જેમાં પ્રોજેક્શન મેથિંગ, જીવંત
ગતિવિધિ દર્શાવતી ફિલ્મો, અભિનેતા, અભિનેત્રીઓ, નર્તકો અને કઠપુતળીઓના કાર્યક્રમ હશે. આઝાદીના અમૃત મહોત્સવના એક ભાગના રૂપમાં ભારતીય પુરાતત્વ સંરક્ષણે ચાર સંગ્રહાલય ખોલી દીધા છે અને તેને નવા લાઇટ એન્ડ સાઉન્ડ સાથે જોડી દીધા છે, જેનાથી લાલ કિલ્લાને નિહાળતા લોકોમાં દેશભક્તિની ભાવના વધુ મજબૂત થશે.