રાજ્યભરમાં આજથી વીસ જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન યોજાશે

રાજ્યભરમાં આજથી વીસ જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન યોજાશે. ઉતરાયણ દરમિયાન  ઇજાગ્રસ્ત થતા પશુ – પક્ષીઓને સારવાર મળે અને તેમના જીવ બચે તે માટે રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ગુજરાતવાસીઓને ‘ઉતરાયણ ઉજવો પણ કોઈનો જીવ બચાવીને’ ની નમ્ર અપીલ કરતાં સૌને ઉતરાયણ ની સલામત રીતે ઉજવણી કરવા અને કરુણા હેલ્પલાઈન નંબર ૧૯૬૨ નું ઉપયોગ કરવા જણાવ્યું.

રાજકોટ શહેરમાં ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે ૨૦ જાન્યુઆરી સુધી કંટ્રોલરૂમ શરૂ કરાયા છે. રાજ્ય સરકાર ઉપરાંત વનવિભાગ, બિનસરકારી સંસ્થાઓ અને સામાન્ય પ્રજાના સહયોગથી તહેવારના સમયે પતંગના દોરાથી ઘાયલ પશુઓ અને પક્ષીઓની ખાસ સારવાર માટે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવે છે.

મહીસાગર જીલ્લામાં કરૂણા અભિયાન અતંર્ગત ધાયલ પક્ષીને જોતા નજીકના પશુદવાખાના અથવા સરકારી કેન્દ્રનો સંપર્ક કરવો તેમજ પતંગ ચગાવતી વખતે કાળજી રાખવાની અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે દરેક તાલુકાકક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. તાલુકા વાઇઝ ૧૭ ઘાયલ પક્ષી કલેકશન સેન્ટર સાથે   ૧૨ સારવાર કેન્દ્ર શરૂ કરાશે. નાયબ પશુપાલન નિયામક દ્વારા તાલુકા કક્ષાએ કુલ ૧૪ પશુ ચિકિત્સક અધિકારીઓ તથા ૧૨ બિન સરકારી સંસ્થાઓના ૨૧૫ જેટલા સ્વયંસેવક દ્વારા સેવા પૂરી પાડવામાં આવશે.  આ અંગે નાયબ જિલ્લા પશુપાલન અધિકારી ડો. હરેશ ઠક્કરે આ પ્રમાણે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *