નાણાકીય સમાવેશ માટે વૈશ્વિક ભાગીદારી પર જી – 20 કાર્યકારી જૂથની પ્રથમ બેઠકનું પૂર્ણ સત્ર આજે સવારે કોલકાતામાં શરૂ થયું.
સત્રને સંબોધતા, આદિજાતિ બાબતોના પ્રધાન અર્જુન મુંડાએ તેમના ઉદ્ઘાટન સંબોધનમાં બધા માટે ન્યાયી અને સમાન વિકાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વસુધૈવ કુટુમ્બકમના ભારતના વિઝનને પુનરોચ્ચાર કરતા તેમણે કહ્યું કે અમે માનવ – કેન્દ્રિત વૈશ્વિકરણ માટે પ્રયત્નશીલ છીએ, જેથી કોઈ પાછળ ન રહી જાય. શ્રી મુંડાએ કહ્યું કે અમે આ પડકારજનક સમયમાં ટકાઉ, સર્વગ્રાહી અને જવાબદારીપૂર્વક આગળ વધી રહ્યા છીએ અને નાણાકીય સમાવેશની પ્રક્રિયા વધુ સારા ચલણ વ્યવસ્થાપન માટે માર્ગ મોકળો કરી રહી છે. શ્રી મુંડાએ બાદમાં વિશ્વ બાંગ્લા કન્વેન્શન સેન્ટર ખાતે શાળાના બાળકો માટે નાણાકીય સાક્ષરતા પરના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.