ભારતીય શેરબજાર ગઇકાલની શાનદાર તેજી બાદ આજે નકારાત્મક વલણ સાથે બંધ થયું હતું. સેન્સેક્સ ૬૩૧ આંક ગગડતા ૬૦ હજાર ૧૧૫ ના સ્તરે બંધ રહ્યો હતો. તો નિફ્ટી ૧૮૭ આંકના ઘટાડા સાથે ૧૭ હજાર ૯૧૪ ના સ્તરે બંધ રહ્યો હતો.
કારોબાર દરમિયાન આઇટી અને ફાઇનાન્સિયલ સેક્ટર્સના શેર્સમાં દબાણ જોવા મળ્યું હતું.ટાટા મોટર્સ, હિન્ડાલકો ઇન્ડસ્ટ્રીઝ, અપોલો હોસ્પિટલ, પાવરગ્રીડ કોર્પોરેશન અને ડિવાઇસ લેબ સહિતના શેર્સ ટોપ ગેઇનર્સ રહ્યા હતા. જ્યારે ભારતી એરટેલ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ અને SBIના શેર્સ ટોપ લુઝર્સ રહ્યાં હતાં. ડોલર સામે રૃપિયો મજબૂત થઈ ૮૧.૭૫ પર કારોબાર કરી રહ્યો છે.