ગુજરાત રાજ્યમાં ઠંડીમાં રાહત જોવા મળી રહી છે.
ઉત્તર ભારત સતત ઠંડીથી ઠુંઠવાઈ રહ્યું છે, તો બીજી તરફ રાજ્યમાં ઠંડીમાં રાહત જોવા મળી રહી છે. આવનારા ૪ દિવસો માટે હવામાન વિશે આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી ૪ દિવસ સુધી વાતાવરણ સુકું રહેશે. આજે નર્મદામાં ૭.૬, દાહોદમાં ૮.૫, નલિયામાં ૯.૪, પંચમહાલમાં ૯.૬, વડોદરામાં ૧૧.૪, ગાંધીનગરમાં ૧૨.૩, જામનગરમાં ૧૩.૧, અમદાવાદામાં ૧૩.૭ અને રાજકોટમાં ૧૪.૧ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આવતીકાલે લઘુતમ તાપમાનમાં કોઇ ખાસ ફેરફાર થવાની શક્યતા નહીં હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. જોવા જઈ તો ગીર સોમનાથનું વેરાવળ ૩૧.૨ ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ રહેશે જ્યારે રાજ્યના ગાંધીનગર ૧૨.૫ ડિગ્રી, બરોડા ૧૧.૪, દાહોદ ૮.૪, નલિયા ૯.૪ પંચમહાલ ૯.૬ અને નર્મદા ૭.૬ ડિગ્રી સાથે સૌથી ઠંડા રહેવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ૨ થી ૪ ડિગ્રીનો ઘટાડો થવાથી ઠંડી વધવાની સંભાવના છે.